- Home
- Standard 12
- Physics
ઝેનર ડાયોડનો વોલ્ટેજ નિયામક તરીકેનો ઉપયોગ પરિપથ દોરીને સમજાવો.
Solution

જયારે રૅક્ટિફાયરનો એ.સી. ઇનપુટ વોલ્ટેજ બદલાતો હોય, ત્યારે તેના આઉટપુટનો વોલ્ટેજ પણ બદલાય છે. રૅક્ટિફાયરના પલ્સવાળા (અનરેગ્યુલેટેડ) ડીસી આઉટપુટમાંથી અચળ ડીસી વોલ્ટેજ મેળવવા માટે ઝેનર ડાયોડનો ઉપયોગ કરી શકાય.
ડીસી વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઝેનર ડાયોડનો પરિપથ આકૃતિમાં દર્શાવ્યો છે.
અનરેગ્યુલેટેડ ડીસી વોલ્ટેજ (રેક્ટિફાયરનો ફિલ્ટર થયેલા આઉટપુટ)ને ઝેનર ડાયોડ સાથે શ્રેણી અવરોધ $R_s$ એ રીતે જોડવામાં આવે છે કે જેથી ઝેનર ડાયોડ રિવર્સ બાયસ થાય.
જો ઇનપુટ વોલ્ટેજ વધે, તો $R_s$ અને ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ પણ વધે છે આથી ઝેનર ડાયોડના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ ફેરફાર વગર $R_s$ ના છેડાઓ વચ્ચે વોલ્ટેજનો તફાવત વધે છે.
આનું કારણ એ છે કે બ્રેક ડાઉન વિસ્તારમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ બદલાય તો પણ ઝેનર વોલ્ટેજ અચળ રહે છે. તે જ રીતે ઇનપટ વોલ્ટેજ ઘટે તો R અને ઝેનર ડાયોડમાંથી પસાર થતો વિદ્યુતપ્રવાહ પણ ઘટે છે. આથી ઝેનર ડાયોડના બે છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ ફેરફાર વગર $R_s$ ના છેડાઓ વચ્ચે વોલ્ટેજનો તફાવત ઘટે છે. આમ, ઇનપુટ વોલ્ટેજમાં વધારો કે ઘટાડો થતાં ઝેનર ડાયોડના છેડાઓ વચ્ચે વોલ્ટેજના કોઈ પણ ફેરફાર વગર $R_s$ ના છેડાઓ વચ્ચે
વોલ્ટેજના તફાવતના વધારા/ધટાડામાં પરિણામે છે.
આમ, ઝેનર ડાયોડ વોલ્ટેજ નિયંત્રક તરીક કાર્ય કરે છે. આ માટે જરૂરી આઉટપુટ વોલ્ટેજને અનુરૂપ ઝેનર ડાયોડ અને શ્રેણી અવરોધ $R _{ S }$ ને પસંદ કરવા જોઈએ.